News Detail

Posted By : Admin    |   Womens Health
મેનોપોઝ: લક્ષણો, પરિબળો અને જીવનશૈલી માર્ગદર્શિકા

મહિલાના જીવનનો એક પ્રાકૃતિક તબક્કો છે જ્યાં માસિક ચક્ર (Periods) કાયમ માટે બંધ થઈ જાય છે. સામાન્ય રીતે 45 થી 55 વર્ષની ઉંમર વચ્ચે મેનોપોઝ આવે છે.

મેનોપોઝના તબક્કા

- પેરીમેનોપોઝ – મેનોપોઝ પહેલાંનો સમય, માસિક ચક્ર અનિયમિત થવા લાગે.
- મેનોપોઝ – સતત 12 મહિના સુધી પિરિયડ્સ ન આવે ત્યારે.
- પોસ્ટ મેનોપોઝ – મેનોપોઝ પછીનો સમય, નવા હોર્મોનલ બદલાવ સાથે.

મેનોપોઝના લક્ષણો

- માસિક ચક્રમાં અનિયમિતતા
- હોટ ફ્લેશીસ (અચાનક ગરમી લાગવી)
- રાત્રે વધારે પરસેવો આવવો
- મૂડ સ્વિંગ, ચિંતા, ડિપ્રેશન
- ઊંઘ ન આવવી
- યોનિ સુકાઈ જવી
- હાડકાં નબળા થવા (ઓસ્ટિયોપોરોસિસ)
- ચામડી સુકાઈ જવી, વાળ પાતળા થવા

મેનોપોઝ દરમ્યાન થતી મુખ્ય સમસ્યાઓ

- હાડકાં નબળા પડવા → કેલ્શિયમ અને વિટામિન D ની કમી
- હૃદયરોગનું જોખમ વધવું
- યાદશક્તિ ઘટવી, એકાગ્રતા ઘટવી
- વજન વધવું, પેટની ચરબી વધવી

મેનોપોઝમાં કાળજી

સંતુલિત આહાર :

- કેલ્શિયમ, વિટામિન D, પ્રોટીન ભરપૂર ખોરાક
- દૂધ, દહીં, મખાણા, તલ, બદામ, લીલા શાકભાજી
- ઓઈલી-જંક ફૂડ ઓછું રાખવું

વ્યાયામ અને યોગ :

- દરરોજ 30 મિનિટ વોક
- યોગાસન: ભુજંગાસન, તાડાસન, પશ્ચિમોત્તાનાસન, પ્રાણાયામ
- હાડકાં મજબૂત રાખવા સ્ટ્રેન્થ એક્સરસાઈઝ

માનસિક આરોગ્ય :

- ધ્યાન (Meditation), પ્રાણાયામ
- પરિવાર અને મિત્રોમાં સમય પસાર કરવો
- જરૂરી હોય તો કાઉન્સેલિંગ

મેડિકલ ચેકઅપ :

- હાડકાંની ચકાસણી (Bone Density Test)
- બ્લડ પ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલ તપાસ
- નિયમિત ગાયનેકોલોજીકલ ચેકઅપ

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ જીવનનો સ્વાભાવિક તબક્કો છે. યોગ્ય આહાર, વ્યાયામ, સમયસર ચેકઅપ અને પોઝિટિવ મનથી મહિલાઓ આ તબક્કાને આરોગ્યદાયક રીતે જીવી શકે છે.