
સ્તન કૅન્સર મહિલાઓમાં થતો એક સૌથી સામાન્ય કૅન્સર છે. આજકાલ પુરુષોમાં પણ તેના થોડા કેસ જોવા મળે છે, પરંતુ મહિલાઓમાં તેનો જોખમ વધારે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવાર લેવાથી સ્તન કૅન્સર સંપૂર્ણ રીતે સાજો થવાની શક્યતા રહે છે.
સ્તન કૅન્સરના કારણો :
સ્તન કૅન્સર થવાના ચોક્કસ કારણો સ્પષ્ટ નથી, પરંતુ નીચેના પરિબળો તેનો જોખમ વધારી શકે છે:
- વારસાગત (Genetic) કારણો – પરિવારમા માતા, બહેન કે દાદી-મામી ને સ્તન કૅન્સર થયેલો હોય તો જોખમ વધારે રહે છે.
- વધતી ઉંમર – 40 વર્ષ પછી સ્તન કૅન્સર થવાની શક્યતા વધી જાય છે.
- હોર્મોનલ ફેરફાર – મેનોપોઝ બાદ લાંબા સમય સુધી હોર્મોન થેરાપી લેવાથી.
- જીવનશૈલી – જંક ફૂડ, વધુ વજન, વ્યાયામનો અભાવ, ધુમ્રપાન અને દારૂનું સેવન.
- વહેલી માસિક શરૂ થવી કે મોડું મેનોપોઝ આવવું.
- પ્રથમ સંતાન મોડા ઉંમરે થવું અથવા બાળકને સ્તનપાન ન કરાવવું.
સ્તન કૅન્સરના લક્ષણો :
સ્તન કૅન્સરની શરૂઆતમાં લક્ષણો હળવા હોય છે, પરંતુ ધ્યાન રાખવાથી ઓળખી શકાય:
- સ્તનમાં ગાંઠ (Lump) બનવી.
- સ્તનનું આકાર અથવા કદ બદલાવું.
- સ્તન અથવા બગલમાં દુખાવો.
- સ્તનના ચામડીમાં કઠોરતા કે કરચલી પડવી.
- સ્તનના અગ્રભાગમાંથી અસામાન્ય પ્રવાહી (રક્ત/પીળું દ્રવ) નીકળવું.
- નિપલ અંદર તરફ ખેંચાઈ જવું.
નિદાન :
સ્તન કૅન્સરનું નિદાન નીચે મુજબ થાય છે:
- મેમોગ્રાફી (Mammography) – સ્તનનો એક્સ-રે જે વહેલી તકે કૅન્સર શોધવામાં મદદ કરે છે.
- અલ્ટ્રાસાઉન્ડ / MRI – ગાંઠની સ્થિતિ જાણી શકાય.
- બાયોપ્સી – ગાંઠમાંથી નમૂનો લઈને પૅથોલોજી ટેસ્ટ.
સારવાર :
સ્તન કૅન્સરની સારવાર કૅન્સરના સ્ટેજ, ફેલાવટ અને દર્દીની તબિયત મુજબ થાય છે:
- શસ્ત્રક્રિયા (Surgery) – ગાંઠ કે આખું સ્તન કાઢી નાખવું.
- કિરણોચિકિત્સા (Radiotherapy) – કૅન્સર સેલ્સ નષ્ટ કરવા કિરણોનો ઉપયોગ.
- કીમોથેરાપી (Chemotherapy) – દવાઓ દ્વારા કૅન્સર સેલ્સને નષ્ટ કરવી.
- હોર્મોન થેરાપી – હોર્મોન નિયંત્રણ દ્વારા સારવાર.
- ટારગેટેડ થેરાપી / ઇમ્યુનોથેરાપી – આધુનિક ઉપચાર પદ્ધતિ.
બચાવ :
સ્તન કૅન્સરથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે:
- નિયમિત સ્તનનું સ્વ-પરીક્ષણ (Breast Self-Examination).
- 40 વર્ષની ઉંમર બાદ નિયમિત મેમોગ્રાફી કરાવવી.
- હેલ્ધી ડાયેટ, ફળ-શાકભાજી અને ઓછું તેલ-મીઠું વાળું ખાવું.
- નિયમિત વ્યાયામ અને યોગ્ય વજન જાળવવું.
- ધુમ્રપાન અને દારૂથી દૂર રહેવું.
- બાળકને સ્તનપાન કરાવવું.