News Detail

Posted By : Admin    |   Womens Health
પ્રેગ્નન્સી રોકાતા કારણો: આરોગ્ય અને જીવનશૈલીનું પ્રભાવ

ગર્ભ ધારણ ન થવું (Infertility) આજના સમયમાં એક સામાન્ય પણ ગંભીર સમસ્યા બની ગઈ છે. સામાન્ય રીતે લગ્ન પછી ૧ વર્ષ સુધી નિયમિત સંબંધ રાખ્યા છતાં જો ગર્ભ ન રહે તો તેને Infertility માનવામાં આવે છે. આ સમસ્યા પુરુષ તેમજ સ્ત્રી, બંનેમાંથી કોઈપણ તરફથી અથવા બંને તરફથી હોઈ શકે છે.

સ્ત્રી તરફથી મુખ્ય કારણો :

- ઓવ્યુલેશનની સમસ્યા

- અંડાણું નિયમિત રીતે ન બનવું અથવા સમયસર ન ફૂટવું

- હોર્મોનલ અસંતુલન (જેમ કે PCOS)

ફેલોપિયન ટ્યુબ બ્લોકેજ :

- ટ્યુબમાં અવરોધ હોવાથી સ્પર્મ અને અંડાણું મળી શકતા નથી

- ચેપ, સર્જરી પછી ચોંટાણ

ગરભાશયની સમસ્યાઓ :

- ફાઇબ્રોઇડ, પોલિપ્સ

- ગરભાશયની અંદરની આકારમાં ખામી

એન્ડોમેટ્રિયોસિસ :

- યુટેરસની લાઇનિંગ બહાર વધવું અને પ્રજનન અંગો પર અસર કરવી

વય (Age Factor) :

૩૫ વર્ષની ઉંમર પછી અંડાણાની ગુણવત્તા ઘટી જવી

પુરુષ તરફથી મુખ્ય કારણો :

- સ્પર્મ કાઉન્ટ ઓછું હોવું

- સ્પર્મની ગુણવત્તા ઓછી હોવી (મોટિલિટી અથવા આકારની ખામી)

- વેરીકૉસિલ (Varicocele) – અંડકોષની નસોમાં સૂજન

- હોર્મોનલ અસંતુલન

- જનમથી કે ઇજા પછી સર્જાયેલી સમસ્યાઓ

સામાન્ય અને લાઇફસ્ટાઇલ સંબંધિત કારણો :

- વધારે સ્ટ્રેસ અને માનસિક દબાણ

- ધુમ્રપાન, દારૂ, નશીલા પદાર્થો

- અતિરિક્ત કેફીનનું સેવન

- ખોટી આહારપ્રણાલી

- વધારે વજન અથવા ખૂબ ઓછું વજન

- લાંબા સમયથી ચાલતી ચેપની બીમારીઓ

તપાસ અને નિદાન :

- સ્ત્રી માટે: હોર્મોનલ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ, HSG ટેસ્ટ (ટ્યુબ ચેક)

- પુરુષ માટે: સિમેન એનાલિસિસ

- જરૂર પડે તો જનિટિક ટેસ્ટ, લેપ્રોસ્કોપી વગેરે

સારવાર :

- હોર્મોનલ દવાઓથી ઓવ્યુલેશન સુધારવું

- સર્જરી દ્વારા અવરોધ દૂર કરવો

- IUI, IVF જેવી એડવાન્સ ટેક્નિક્સ

- લાઇફસ્ટાઇલ સુધારણા (હેલ્ધી ડાયેટ, વ્યાયામ, સ્ટ્રેસ મેનેજમેન્ટ)