News Detail

Posted By : Admin    |   Spinal Health
Knee Arthritis – લક્ષણો ઓળખો અને યોગ્ય સારવાર લો

ગોઠણનું આર્થ્રાઇટિસ એટલે ગોઠણના સાંધામાં થતો લાંબા ગાળાનો સાંધાનો રોગ. આમાં ગોઠણની અંદરનું કાર્ટિલેજ (સાંધાની ગાદી) ધીમે ધીમે ઘસાઈ જાય છે, જેના કારણે હાડકાં સીધા એકબીજા સાથે ઘસાય છે અને દુખાવો, સોજો અને કઠિનાઈ (stiffness) અનુભવાય છે.

મુખ્ય કારણો

- ઉંમર વધતા કાર્ટિલેજનું નુકસાન
- વધારે વજન (Obesity)
- જૂના ઇજાઓ (Sports injury, accident)
- વારસાગત કારણો
- હાડકાં કે સાંધાના બીમારીઓ

લક્ષણો

- ગોઠણમાં દુખાવો, ખાસ કરીને ચાલ્યા પછી અથવા સીડીઓ ચડતી-ઉતરતી વખતે
- ગોઠણમાં સોજો
- કઠિનાઈ, સવારે ઊઠતા સાંધો કઠણ લાગવો
- ચાલવામાં કે ઊભા રહેવામાં તકલીફ
- ગોઠણમાંથી “કરકરાટ” (cracking sound) નીકળવી

ઉપચાર અને સંભાળ :

જીવનશૈલીમાં ફેરફાર :

- વજન નિયંત્રણમાં રાખવું
- નિયમિત કસરત (હળવા વોક, સાયકલિંગ, સ્વિમિંગ)
- લાંબા સમય સુધી ઊભા ન રહેવું

ફિઝિયોથેરાપી :

- ગોઠણ મજબૂત કરવા માટે ખાસ કસરતો
- હોટ પૅક/આઇસ પૅકથી આરામ

દવાઓ :

- પેઇન કિલર દવાઓ
- એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓ
- ડૉક્ટર સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ (કૅલ્શિયમ, વિટામિન D, ગ્લુકોઝામિન વગેરે)

ઇન્જેક્શન થેરાપી :

- સ્ટેરોઇડ ઇન્જેક્શન
- હાયાલુરોનિક એસિડ ઇન્જેક્શન

શસ્ત્રક્રિયા (Surgery) :

- ગંભીર પરિસ્થિતિમાં ગોઠણ રિપ્લેસમેન્ટ સર્જરી (Knee Replacement Surgery) કરાવવી પડે છે.

ઘરગથ્થું ઉપાયો :

- હળદરવાળું દૂધ પીવું (anti-inflammatory)
- આદુ, લસણનો ઉપયોગ
- મેથીના દાણા ખાવા
- ગરમ પાણીની થેલીથી ગોઠણ ગરમ કરવું