News Detail

Posted By : Admin    |   Respiratory Health
ધુમાડો, અગરબત્તી અને ફેફસાંનું સ્વાસ્થ્ય

ઘરમાં અગરબત્તી, ધૂપ, કપૂર અથવા અન્ય વસ્તુઓ સળગાવવાની પરંપરા ઘણા પરિવારોમાં છે. પરંતુ કોઈપણ વસ્તુ સળગાવવાથી હવામાં ધુમાડો અને સૂક્ષ્મ કણો ઉત્પન્ન થઈ શકે છે.

ફેફસાં પર શું અસર થઈ શકે?

ધુમાડાથી કેટલાક લોકોને:

  • ગળામાં બળતરા
  • ઉધરસ
  • નાકમાં irritation
  • Wheezing
  • શ્વાસ ચઢવો

જેવી સમસ્યા થઈ શકે છે.

Asthma ધરાવતા લોકોમાં smoke અને અન્ય irritants attack trigger કરી શકે છે.

કોને વધારે સાવચેતી રાખવી?

  • નાના બાળકો
  • વૃદ્ધો
  • Asthma દર્દીઓ
  • COPD દર્દીઓ
  • Allergy અથવા અન્ય respiratory disease ધરાવતા લોકો

અગરબત્તી વાપરવી હોય તો શું ધ્યાન રાખવું?

  • બંધ રૂમમાં લાંબા સમય સુધી ન સળગાવો.
  • રૂમમાં યોગ્ય ventilation રાખો.
  • એકસાથે ઘણી અગરબત્તી ન સળગાવો.
  • ધુમાડો સીધો શ્વાસમાં ન જાય તેનું ધ્યાન રાખો.
  • શ્વાસની બીમારી ધરાવતા વ્યક્તિની આસપાસ ખાસ સાવચેતી રાખો.

“Herbal” એટલે સંપૂર્ણપણે Safe?

જરૂરી નથી.

કોઈ વસ્તુ કુદરતી અથવા herbal હોય તો પણ તેને સળગાવવાથી ઉત્પન્ન થતો ધુમાડો ફેફસાં માટે સંપૂર્ણપણે હાનિરહિત છે એવું માનવું યોગ્ય નથી.