.jpg)
ઉધરસ શરીરની એક કુદરતી સુરક્ષા પ્રક્રિયા છે, જે શ્વસન માર્ગમાંથી irritants અને mucus દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ લાંબા સમય સુધી રહેતી સૂકી ઉધરસનું કારણ શોધવું જરૂરી છે.
સામાન્ય કારણો
1. Viral Infection પછીની ઉધરસ
શરદી અથવા અન્ય respiratory infection પછી infection સુધરી ગયા છતાં થોડા સમય સુધી ઉધરસ રહી શકે છે.
2. Asthma
કેટલાક લોકોમાં Wheezing કરતાં મુખ્ય લક્ષણ સતત સૂકી ઉધરસ હોઈ શકે છે.
3. Allergy
ધૂળ, pollen અથવા અન્ય allergensથી ઉધરસ થઈ શકે છે.
4. Post-nasal Drip
નાકમાંથી mucus ગળાના પાછળના ભાગમાં જવાથી ઉધરસ થઈ શકે છે.
5. Acid Reflux
પેટનું એસિડ ઉપર આવવાથી ગળામાં irritation થઈને ઉધરસ થઈ શકે છે.
6. Smoke અને Pollution
સિગારેટનો ધુમાડો, ધૂળ, Air Pollution અને કેટલાક chemical fumes પણ ઉધરસનું કારણ બની શકે છે.
7. કેટલીક દવાઓ
કેટલીક દવાઓ, ખાસ કરીને કેટલીક Blood Pressure medicines, dry coughનું કારણ બની શકે છે.
ક્યારે ડૉક્ટરને બતાવવું?
જો ઉધરસ લાંબા સમય સુધી રહે, વારંવાર પાછી આવે અથવા સાથે શ્વાસ ચઢવો, તાવ, છાતીમાં દુખાવો, વજન ઘટવું કે લોહીવાળો કફ હોય તો તબીબી તપાસ જરૂરી છે.