.jpg)
Posted By : Admin | Respiratory Health
વારંવાર શ્વાસ ચઢવાનું કારણ શું હોઈ શકે?
થોડું ઝડપથી ચાલ્યા પછી અથવા ભારે કસરત દરમિયાન શ્વાસ વધવો સામાન્ય છે. પરંતુ સામાન્ય કામ કરતાં અથવા આરામમાં પણ વારંવાર શ્વાસ ચઢતો હોય તો તેનું કારણ શોધવું જરૂરી છે.
ફેફસાંના કારણો
- Asthma
- COPD
- Pneumonia
- Bronchitis
- ફેફસાંમાં સોજો અથવા અન્ય Lung Disease
- કેટલીકવાર ફેફસાંની રક્તવાહિની સંબંધિત સમસ્યાઓ
હૃદયના કારણો
હૃદય શરીરમાં પૂરતું લોહી પંપ ન કરી શકે ત્યારે પણ શ્વાસ ચઢી શકે છે. ખાસ કરીને ચાલતી વખતે અથવા સૂતી વખતે શ્વાસ ચઢવો તપાસની જરૂરિયાત દર્શાવી શકે છે.
અન્ય કારણો
- લોહીની ઉણપ (Anemia)
- વધારે વજન
- શરીરની fitness ઓછી હોવી
- Anxiety અથવા Panic
- કેટલીક દવાઓ
- અન્ય તબીબી પરિસ્થિતિઓ
કઈ તપાસ થઈ શકે?
ડૉક્ટર લક્ષણો પ્રમાણે Oxygen Saturation, Blood Tests, Chest X-ray, ECG અથવા Lung Function Test જેવી તપાસ સૂચવી શકે છે.