News Detail

Posted By : Admin    |   Respiratory Health
Asthma Attack આવે ત્યારે તરત શું કરવું?

Asthmaમાં શ્વાસની નળીઓમાં સોજો અને સંકોચન થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. Asthma attack દરમિયાન ઉધરસ, Wheezing, છાતીમાં જકડાવ અને શ્વાસ ચઢવાની તકલીફ અચાનક વધી શકે છે. ગંભીર attack જીવલેણ પણ બની શકે છે.

Asthma Attackના સામાન્ય સંકેતો

  • સતત ઉધરસ
  • છાતીમાં જકડાવ
  • શ્વાસ ચઢવો
  • શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ
  • ઝડપથી શ્વાસ લેવો
  • બોલવામાં તકલીફ

Attack આવે ત્યારે શું કરવું?

સૌ પ્રથમ દર્દીને ગભરાવશો નહીં. તેને આરામથી સીધો બેસાડો અને ધુમાડો, ધૂળ અથવા અન્ય જાણીતા triggerથી દૂર કરો.

જો ડૉક્ટરે Reliever inhaler આપ્યો હોય તો Asthma Action Plan મુજબ તેનો ઉપયોગ કરો. ઇન્હેલર કેવી રીતે અને કેટલા વખત લેવો તે વ્યક્તિના prescription પર આધારિત છે.

શું ન કરવું?

  • પોતાની રીતે કોઈ નવી દવા શરૂ ન કરવી
  • બીજાના inhalerનો ઉપયોગ ન કરવો
  • માત્ર વરાળ અથવા ઘરગથ્થુ ઉપાય પર આધાર રાખવો નહીં
  • લક્ષણો ગંભીર હોય ત્યારે રાહ જોવી નહીં