News Detail

Posted By : Dr. Nishant Dharsandia    |   Pediatric Cancer
બાળકોમાં કેન્સર કેવી રીતે થાય છે અને કેવી રીતે ઓળખી શકાય ?

બાળ કેન્સર (Pediatric Cancer) એ એવો કેન્સર છે, જે બાળકોમાં થાય છે — સામાન્ય રીતે 0 થી 18 વર્ષની વયે. આ કેન્સર મોટાઓ કરતા અલગ પ્રકારનો હોય છે અને તેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. શરીરમાંના કોષો (Cells) જ્યારે નિયંત્રણ વગર વધવા લાગે છે, ત્યારે કેન્સર થાય છે.

કેન્સરનો પ્રકાર વર્ણન 
લ્યુકેમિયા (Leukemia) લોહીનો કેન્સર – શરીરમાં અસાધારણ વ્હાઇટ બ્લડ સેલ્સ બનવા લાગે છે
બ્રેઇન ટ્યુમર (Brain tumor) મગજ અથવા સ્પાઈનલ કોર્ડમાં કોષોની અયોગ્ય વૃદ્ધિ
લિમ્ફોમા (Lymphoma) લસિકા તંત્ર (lymphatic system) નો કેન્સર – Hodgkin / Non-Hodgkin
ન્યૂરોબ્લાસ્ટોમા (Neuroblastoma) નર્વ કોષોથી થતો કેન્સર – ખાસ કરીને નાના બાળકોમાં
વિલ્મ્સ ટ્યુમર (Wilms' Tumor) લિવરમાં થતો કેન્સર – 3 થી 6 વર્ષની વયે વધુ જોવા મળે
હડીનો કેન્સર (Bone cancer) જેમ કે Osteosarcoma અથવા Ewing's sarcoma – ઊંચી ઉંમરના બાળકોમાં
રેટિનોબ્લાસ્ટોમા (Retinoblastoma) આંખમાં થતો કેન્સર – ખાસ કરીને 5 વર્ષથી નાના બાળકોમાં

 બીમારીનો અસરકારક ઈલાજ શક્ય છે?

હા! આજના સમયમાં, ઘણા પ્રકારના બાળ કેન્સર સમયસર સારવારથી સંપૂર્ણ રીતે મટાડી શકાય છે. લ્યુકેમિયા અને રેટિનોબ્લાસ્ટોમા જેવા કેટલાંક પ્રકારોમાં તો ઉપચાર પછી 80%થી વધુ બાળકો સંપૂર્ણ સાજા થાય છે.

લ્યુકેમિયા એટલે શું?

લ્યુકેમિયા એ લોહીનો કેન્સર છે. એમાં શરીરમાં સફેદ લોહીના કોષો (White Blood Cells – WBCs) વધારે અને બિનઆવશ્યક રીતે બનવા લાગે છે. આ કોષો સામાન્ય કાર્ય કરતા નથી અને તે હાડકાંના મજ્જામાં (Bone marrow) બીજા જરૂરી કોષોનું ઉત્પાદન રોકી દે છે – જેમ કે લાલ કોષો (RBCs) અને પ્લેટલેટ્સ.