
ઘણા લોકો માને છે કે કાચું દૂધ (Raw Milk) વધુ પૌષ્ટિક, સ્વાભાવિક અને આરોગ્યદાયક હોય છે. શહેરો અને ગામડા બંનેમાં કેટલાક લોકો pasteurization દૂધ બદલે સીધું દૂધ (જેમ કે ગાયનું અથવા ભેંસનું) પીવાનું પસંદ કરે છે – એને એવુ માનવું હોય છે કે એ “કુદરતી” છે, એટલે વધુ લાભદાયક છે. પરંતુ શું કાચું દૂધ ખરેખર સુરક્ષિત છે?
કાચું દૂધ શું છે?
કાચું દૂધ એ એવું દૂધ છે જેનું કોઈ પણ પ્રકારનું pasteurization (ઉંચી તાપમાને ગરમ કરી બેક્ટેરિયા નાબૂદ કરવાનું પ્રક્રિયા) થયું નથી. એ સીધું જ પશુપાલન કરનારા પાસે થી આવતું હોય છે.
કાચા દૂધથી થતી સંભવિત બીમારીઓ
કાચા દૂધમાં ઘણીવાર હાનિકારક બેક્ટેરિયા અને જીવાણુઓ રહે છે, જેમ કે:
- સેલ્મોનેલા (Salmonella)
- ઇ. કોલાઈ (E. coli)
- લિસ્ટેરિયા (Listeria)
- કેમ્પિલોબેક્ટર (Campylobacter)
- બ્રુસેલ્લા (Brucella)
આ બેક્ટેરિયા થી નીચે મુજબની તકલીફો થવાની શક્યતા હોય છે:
- પેટના દુખાવા
- ઉલટી અને ડાયરીયા
- તાવ અને કમકમાટી
- ભયાનક ઈન્ફેક્શન ( ખાસ કરીને બાળકો, પ્રેગ્નન્ટ સ્ત્રીઓ અને વૃત્તો માટે)
- ક્યારેક બ્રેઈનનું ઈન્ફેક્શન (meningitis) પણ થઇ શકે છે
કોણ વધુ જોખમમાં હોય છે?
- નાના બાળકો
- પ્રેગ્નન્ટ મહિલાઓ
- વૃદ્ધો
- ઓછા ઈમ્યુનિટી ધરાવતા લોકો (જેમ કે કેન્સરના દર્દીઓ, ડાયાબિટીસ ધરાવતા, વગેરે)
વિજ્ઞાન શું કહે છે?
Pasteurization એ એક વૈજ્ઞાનિક રીતે પરીક્ષિત પદ્ધતિ છે, જેમાં દૂધને 72°C તાપમાને 15 સેકંડ માટે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તરત ઠંડું કરવામાં આવે છે. આ પ્રક્રિયા મોટાભાગના નુકસાનકારક જીવાણુઓને નષ્ટ કરી દે છે – જેથી દૂધ પાચનયોગ્ય અને સુરક્ષિત બને છે.
કાચા દૂધના ફાયદા અંગે શું દાવો થાય છે?
કેટલાક લોકો માને છે કે કાચા દૂધમાં વધુ પૌષ્ટિક તત્ત્વો રહે છે, જેમ કે:
- એન્ઝાઈમ્સ
- પ્રોટીન
- પ્રાકૃતિક good bacteria
પણ વૈજ્ઞાનિક રીતે એવું સાબિત થયું નથી કે pasteurization એ મહત્વપૂર્ણ પોષકતત્ત્વો નષ્ટ કરે છે. મહત્વનું એ છે કે સુરક્ષા પહેલું છે – થતી તકલીફો એ પૌષ્ટિકતાથી પણ વધારે ગંભીર બની શકે છે.