
Posted By : Admin | Health & Wellness
બ્લડ ગ્રુપ: આરોગ્ય અને જરૂરિયાત માટેની જાણકારી
બ્લડ ગ્રુપ શું છે?
લોહીમાં લાલ રક્તકણોની સપાટી પર ખાસ પ્રકારના એન્ટિજન (Antigen) હોય છે. એના આધારે લોહી જુદા જુદા ગ્રુપમાં વહેંચાયેલું છે.
બ્લડ ગ્રુપના પ્રકાર :
- A ગ્રુપ – માત્ર A એન્ટિજન હાજર
- B ગ્રુપ – માત્ર B એન્ટિજન હાજર
- AB ગ્રુપ – A અને B બંને એન્ટિજન હાજર (Universal Recipient – બધું લોહી લઈ શકે)
- O ગ્રુપ – કોઈ એન્ટિજન નહીં (Universal Donor – બધાને લોહી આપી શકે)
Rh ફેક્ટર
- જો લોહીમાં Rh એન્ટિજન હાજર હોય તો બ્લડ ગ્રુપ "પોઝિટિવ (+)" કહેવાય.
- જો Rh એન્ટિજન ગેરહાજર હોય તો "નેગેટિવ (–)" કહેવાય.