.jpg)
Posted By : Admin | Health & Wellness
Functional Foods શું છે? Food હવે Medicine બની શકે?
આજના સમયમાં માત્ર પેટ ભરવા માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે ખોરાક પસંદ કરવાની રીત ઝડપથી લોકપ્રિય બની રહી છે. આ વિચારમાંથી જ “Functional Foods”ની સંકલ્પના ઊભી થઈ છે.
Functional Foods એટલે શું?
Functional Foods એવા ખોરાક છે જે સામાન્ય પોષણ ઉપરાંત શરીરને વધારાના સ્વાસ્થ્યલાભ આપી શકે. તેમાં કુદરતી રીતે રહેલા અથવા ઉમેરવામાં આવેલા ઘટકો શરીરની કેટલીક પ્રક્રિયાઓમાં મદદરૂપ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે:
- ઓટ્સ – Beta-glucan fiber
- દહીં – Probiotics
- દાળ અને કઠોળ – Protein અને Fiber
- બદામ અને અખરોટ – Healthy fats
- બેરીઝ – Antioxidants
- લસણ – Bioactive compounds
- ફોર્ટિફાઇડ દૂધ – Calcium/Vitamin D
Food શું Medicine બની શકે?
“Food is medicine”નો અર્થ દવા બંધ કરીને માત્ર ખોરાકથી બીમારીની સારવાર કરવી એવો નથી. યોગ્ય આહાર બીમારીનું જોખમ ઘટાડવા, લક્ષણો નિયંત્રિત કરવા અને સારવારને support કરવા મહત્વપૂર્ણ બની શકે છે.
કઈ સ્થિતિમાં Diet મહત્વપૂર્ણ છે?
Diabetes, high cholesterol, obesity, hypertension, constipation અને heart-health જેવી પરિસ્થિતિઓમાં યોગ્ય આહારનો મહત્વપૂર્ણ ભાગ છે.