News Detail

Posted By : Admin    |   Health & Wellness
Full Body Health Check-up ખરેખર જરૂરી છે?

આજકાલ “Full Body Check-up Package” નામે અનેક health packages ઉપલબ્ધ છે. પરંતુ શું દરેક વ્યક્તિએ દર વર્ષે દરેક ટેસ્ટ કરાવવો જરૂરી છે?

જવાબ છે—હંમેશા નહીં.

Full Body Check-up એટલે શું?

Full body check-up માટે કોઈ એક universal test list નથી.

કેટલાક packagesમાં:

  • blood tests
  • sugar
  • cholesterol
  • liver tests
  • kidney tests
  • thyroid
  • vitamin tests
  • imaging

વગેરેનો સમાવેશ થઈ શકે છે.

દરેક ટેસ્ટ જરૂરી કેમ નથી?

કોઈ ટેસ્ટ ત્યારે વધુ ઉપયોગી હોય છે જ્યારે:

  • ચોક્કસ symptom હોય
  • વ્યક્તિને risk factor હોય
  • ઉંમર મુજબ screening જરૂરી હોય
  • family history હોય
  • અગાઉથી કોઈ disease હોય

Over-testingનું જોખમ

વધારે ટેસ્ટ એટલે હંમેશા વધારે health નથી.

ક્યારેક કોઈ testમાં incidental abnormality મળી શકે છે. ત્યારબાદ:

  • ફરી test
  • imaging
  • specialist consultation

જવી પ્રક્રિયા શરૂ થઈ શકે છે, જ્યારે મૂળ સમસ્યા ગંભીર ન હોય.

Preventive Check-upનો સાચો અર્થ

Preventive healthcare એટલે બીમારી થાય તેની રાહ જોવાને બદલે યોગ્ય સમયે યોગ્ય screening કરવી.

ઉંમર, લિંગ અને વ્યક્તિગત risk પ્રમાણે screening અલગ હોઈ શકે છે.

40 પછી શું?

40 વર્ષની ઉંમર પછી ઘણા લોકો માટે:

  • blood pressure
  • blood sugar
  • cholesterol
  • weight/BMI
  • lifestyle assessment

જવા basic health parameters મહત્વપૂર્ણ બની શકે છે.

પરંતુ વધુ tests વ્યક્તિના risk profile પ્રમાણે નક્કી કરવા જોઈએ.

Doctor સાથે વાત કરો

Health package ખરીદતા પહેલાં પૂછો:

“મારા માટે આ બધા tests ખરેખર જરૂરી છે?”