.jpg)
Posted By : Admin | Health & Lifestyle
રાત્રે જ મન કેમ ઉદાસ થઈ જાય છે? Night Depression જેવી લાગણીને સમજીએ
દિવસ દરમિયાન કામ, પરિવાર, બાળકો, વ્યવસાય અને અન્ય જવાબદારીઓમાં આપણું મન વ્યસ્ત રહે છે. પરંતુ રાત્રે જ્યારે બધું શાંત થાય છે ત્યારે કેટલાક લોકોને અચાનક ઉદાસીનતા, એકલતા, ચિંતા અથવા ખાલીપાની લાગણી થવા લાગે છે.
કેટલાક લોકો દિવસ દરમિયાન સામાન્ય હોય છે, પરંતુ પથારીમાં જતા જ મનમાં વિચારોની ભીડ શરૂ થાય છે—“આવું કેમ થયું?”, “આગળ શું થશે?”, “મારી સાથે જ આવું કેમ થાય છે?” વગેરે.
આ લાગણીને માત્ર “રાત્રે mood ખરાબ થવો” કહીને અવગણવી યોગ્ય નથી.