
માત્ર સ્વાદ ઓળખવાનું અંગ નહીં
જીભ આપણા શરીરનું એક મહત્વનું અંગ છે. તે ખોરાકનો સ્વાદ ઓળખવામાં, ખોરાક ચાવવામાં અને ગળવામાં તથા બોલવામાં મદદ કરે છે. સાથે જ જીભની સપાટી અને તેના રંગમાં થતા કેટલાક ફેરફારો મોઢાના સ્વાસ્થ્ય વિશે મહત્વપૂર્ણ સંકેત આપી શકે છે.
સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિની જીભ ગુલાબી રંગની હોય છે અને તેની સપાટી પર નાના papillae અથવા taste buds જોવા મળે છે. સવારે ઊઠ્યા પછી જીભ પર થોડું સફેદ પડ દેખાવું ઘણીવાર સામાન્ય હોઈ શકે છે.
પરંતુ જો રંગમાં મોટો ફેરફાર થાય અથવા લાંબા સમય સુધી અસામાન્ય દેખાવ રહે, તો તેના કારણને સમજવું જરૂરી છે.
સફેદ જીભ
જીભ પર સફેદ પડ મોઢાની યોગ્ય સફાઈ ન થવાથી, dehydration, મોઢું સૂકાવાથી, ધૂમ્રપાન અથવા કેટલીક દવાઓના કારણે થઈ શકે છે.
કેટલાક કિસ્સામાં fungal infection, ખાસ કરીને oral thrush, પણ સફેદ પડનું કારણ બની શકે છે.
જો સફેદ પડ સાફ ન થાય, દુખાવો થાય અથવા વારંવાર પાછો આવે તો dentist અથવા doctorની સલાહ લેવી.
પીળી જીભ
જીભ પર પીળાશ ઘણીવાર બેક્ટેરિયા, dead cells અથવા food particles જમા થવાથી થઈ શકે છે. મોઢાની સફાઈમાં સુધારો અને પૂરતું પાણી પીવાથી ઘણીવાર તેમાં સુધારો થાય છે.
લાલ અથવા ચમકતી જીભ
જીભ ખૂબ લાલ, smooth અથવા sore દેખાય તો ક્યારેક vitamin B12, folate અથવા ironની ઉણપ જેવી nutritional problems પણ ધ્યાનમાં લેવી પડે છે.
પરંતુ માત્ર જીભના રંગના આધારે deficiencyનું diagnosis કરી શકાય નહીં.
કાળી અથવા ભૂરા રંગની જીભ
કેટલાક લોકોમાં tongue papillae લાંબા થઈ જાય છે અને તેમાં bacteria તથા food particles જમા થવાથી “black hairy tongue” જેવી સ્થિતિ થઈ શકે છે. Smoking, poor oral hygiene અને કેટલાક medications સાથે તેનો સંબંધ હોઈ શકે છે.
શું કરવું?
- દિવસમાં બે વખત દાંત સાફ કરો.
- જીભને હળવેથી tongue cleanerથી સાફ કરો.
- પૂરતું પાણી પીવો.
- ધૂમ્રપાન અને tobacco ટાળો.
- મોઢામાં સતત ઘા અથવા અસામાન્ય ફેરફાર હોય તો તપાસ કરાવો.
ક્યારે ખાસ ધ્યાન આપવું?
જીભ પરનો ઘા, સફેદ/લાલ patch, bleeding, સતત burning, ગળવામાં મુશ્કેલી અથવા કોઈ ફેરફાર બે અઠવાડિયા કરતાં વધુ રહે તો dentist અથવા doctorને બતાવવો.