News Detail

Posted By : Admin    |   Gastroenterologists
લિવર ડીટોક્સ: ભ્રમ અને હકીકત

આજકાલ સોશિયલ મીડિયા અને બજારમાં 'લિવર ક્લીન્સ' કે 'ડીટોક્સ ડ્રિંક્સ'નું ચલણ ખૂબ વધી ગયું છે. એવો દાવો કરવામાં આવે છે કે સાત દિવસના ઉપવાસ કે ખાસ જ્યુસ પીવાથી લિવરમાં જમેલી બધી ગંદકી સાફ થઈ જાય છે. પરંતુ તબીબી વિજ્ઞાન અને લિવર વિશેષજ્ઞો (Gastroenterologists) અનુસાર, જો તમારું લિવર સ્વસ્થ છે, તો તેને બહારથી કોઈ સ્પેસિફિક 'ડિટોક્સ' પ્રોડક્ટની જરૂર નથી. લિવર ખુદ કુદરતી રીતે શરીરના ઝેરી તત્વો (Toxins) ને ફિલ્ટર કરીને યુરિન કે મળ દ્વારા બહાર ફેંકી દે છે.

લિવર કુદરતી રીતે કેવી રીતે કામ કરે છે?

લિવર આપણા શરીરનું સૌથી મોટું અને મહેનતુ અંગ છે, જે 500થી વધુ આવશ્યક કાર્યો કરે છે:

ખોરાકમાંથી ઊર્જા ઉત્પન્ન કરવી અને વિટામિન્સ સ્ટોર કરવા.

નકામા પદાર્થો અને દવાઓના અવશેષોને તોડીને બિનહાનિકારક બનાવવા.

પાચન માટે જરૂરી પિત્ત (Bile) બનાવવું.

જ્યારે આપણે વધુ પડતું તળેલું, જંક ફૂડ કે આલ્કોહોલ લઈએ છીએ ત્યારે લિવર પર ભાર વધે છે. અસ્થાયી ડીટોક્સ ડાયેટ કે ઉપવાસ કરવાથી લિવરનું નુકસાન મટતું નથી, ઊલટાનું કેટલાક અનિયંત્રિત સપ્લીમેન્ટ્સ લિવરને નુકસાન કરી શકે છે.

લિવરને સાચવવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

જો તમારે લિવરને તંદુરસ્ત રાખવું હોય તો મોંઘા ડીટોક્સ કિટ્સ ખરીદવાને બદલે આદતો સુધારવી જરૂરી છે:

વજન નિયંત્રણ: સ્થૂળતા અને ફેટી લિવર અટકાવવા વજન કાબૂમાં રાખો.

આહારમાં ફાઇબર: લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, બીટ અને ફળોનો ઉપયોગ વધારવો.

હાઇડ્રેશન: દરરોજ પૂરતા પ્રમાણમાં સાદું પાણી પીવું.

આલ્કોહોલથી પરੇજી: દારૂ કે નશીલા પદાર્થોનું સેવન ટાળવું અથવા બંધ કરવું.

દ્વાઓનો વિવેક: વગર ડૉક્ટરે ઓવર-ધ-કાઉન્ટર પેઇનકિલર્સ કે હર્બલ સપ્લીમેન્ટ્સ ન લેવા.