News Detail

Posted By : Admin    |   Eye Health
આંખના નંબર ઘટાડવા માટે અસરકારક રીતો

આજકાલ ઘણા લોકોને ચશ્માનો નંબર હોય છે અને બધા એ જાણવા માંગે છે કે આંખનો નંબર ઉતારવાની કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે?

આંખનો નંબર ઉતારવાની પદ્ધતિઓ
૧. ચશ્મા (Spectacles)

- સૌથી સામાન્ય અને સુરક્ષિત વિકલ્પ.
- કોઈ સર્જરી કે દવા વગર નજર સુધરે છે.
- ખાસ કરીને બાળકો અને યુવાનો માટે પ્રથમ પસંદગી.

૨. કોન્ટેક્ટ લેન્સ (Contact Lenses)

- ચશ્મા વગર સ્પષ્ટ નજર મળે છે.
- Soft, Hard અને Cosmetic લેન્સ ઉપલબ્ધ છે.
- નિયમિત કાળજી રાખવી જરૂરી છે (સાફસફાઈ ન રાખી શકાય તો ઇન્ફેક્શન થવાની શક્યતા).

૩. લેસર સર્જરી (Laser Surgery)

આંખનો નંબર ઉતારવાની સૌથી લોકપ્રિય અને પ્રચલિત પદ્ધતિ.

(ક) LASIK (Laser-Assisted In Situ Keratomileusis)

- 18 વર્ષથી ઉપર અને નંબર સ્ટેબલ હોય તો થઈ શકે છે.
- માયોપિયા (દૂરનો નંબર), હાયપરમેટ્રોપિયા (નજીકનો નંબર) અને એસ્ટિગ્મેટિઝમમાં ઉપયોગી.
- ઝડપી, સુરક્ષિત અને પરિણામકારક.

(ખ) PRK (Photorefractive Keratectomy)

- કોર્નિયા પાતળી હોય ત્યારે ઉપયોગી.
- સાજા થવામાં થોડો વધુ સમય લાગે છે.

(ગ) SMILE (Small Incision Lenticule Extraction)

- નવી ટેકનીક, નાના કટ દ્વારા નંબર ઉતારાય છે.
- ઓછો પીડાદાયક, ઝડપી રિકવરી.

૪. ICL (Implantable Contact Lens)

- જો નંબર વધારે હોય કે લેસર સર્જરી યોગ્ય ન હોય તો વિકલ્પ.
- આંખની અંદર સ્પેશિયલ લેન્સ મુકવામાં આવે છે.

૫. લેન્સ રિપ્લેસમેન્ટ સર્જરી (Refractive Lens Exchange)

- ખાસ કરીને વધુ ઉંમરે અથવા મોટો નંબર હોય ત્યારે.
- આંખનો કુદરતી લેન્સ કાઢીને નવો આર્ટિફિશિયલ લેન્સ મૂકવામાં આવે છે.

કોને લેસર અથવા સર્જરી કરાવી ન જોઈએ?

- 18 વર્ષથી નાની ઉંમરવાળા
- નંબર સ્ટેબલ ન હોય તેવા (વારંવાર બદલાતા નંબર)
- ખૂબ પાતળી કોર્નિયા ધરાવતા લોકો
- ડાયાબિટીસ, ગંભીર આંખની બીમારી (ગ્લોકોમા, કૅટરેક્ટ) ધરાવતા લોકો