News Detail

Posted By : Admin    |   Emergency & First Aid
Poisoning થાય ત્યારે શું કરવું અને શું ન કરવું?

Poisoning દવા, pesticide, chemical, cleaning product, poisonous gas અથવા અન્ય ઝેરી પદાર્થથી થઈ શકે છે.

સૌપ્રથમ

વ્યક્તિ અને પોતાને poisonના sourceથી સુરક્ષિત કરો.

જો વ્યક્તિ:

  • બેભાન હોય
  • શ્વાસ લેવામાં તકલીફ હોય
  • આંચકી આવતી હોય
  • જાગી ન શકે

તો તરત Emergency Medical Serviceને બોલાવો.

શું માહિતી તૈયાર રાખવી?

ડૉક્ટરને જણાવવા માટે:

  • કયો પદાર્થ હતો?
  • કેટલો લીધો?
  • ક્યારે લીધો?
  • વ્યક્તિની ઉંમર
  • અંદાજિત વજન
  • હાલનાં લક્ષણો
  • દવાની/chemicalની bottle અથવા packaging

સૌથી મહત્વનું – ઉલટી કરાવશો નહીં

Poisoningમાં પોતાની રીતે ઉલટી કરાવવી નહીં, કારણ કે કેટલાક chemicals પાછા ઉપર આવતા ગળા/અન્નનળીમાં વધુ નુકસાન કરી શકે છે.

શું ન કરવું?

❌ પોતાની રીતે કોઈ antidote ન આપવું
❌ દૂધ/લીંબુ/મીઠું વગેરે ઘરગથ્થુ ઉપાય પોતાની રીતે ન આપવો
❌ ઉલટી કરાવવી નહીં
❌ બેભાન વ્યક્તિને મોઢેથી કંઈ ન આપવું.