News Detail

Posted By : Admin    |   Emergency & First Aid
Fractureની શંકા હોય તો First Aid

હાડકું તૂટ્યું છે કે માત્ર ગંભીર sprain છે તે સ્થળ પર હંમેશા નક્કી કરી શકાતું નથી. તેથી શંકા હોય તો ઈજાને potential fracture તરીકે જ સંભાળવી યોગ્ય છે.

Fractureના સંકેતો

  • ભારે દુખાવો
  • સોજો
  • Bruising
  • અંગનો આકાર બદલાઈ જવો
  • હલાવવામાં તકલીફ
  • હાથ/પગમાં સુન્નપણું
  • ઠંડક અથવા રંગ બદલાવ
  • Open woundમાંથી હાડકું દેખાવું.

First Aid

1. વ્યક્તિને શાંત રાખો.

2. ઈજાગ્રસ્ત અંગને જ્યાં છે ત્યાં જ સ્થિર રાખો.

3. તેને સીધું કરવાનો પ્રયાસ ન કરો.

4. જરૂરી હોય તો support આપો.

5. Closed injuryમાં કપડામાં લપેટેલો cold pack થોડા સમય માટે લગાવી શકાય છે.

6. Open fractureમાં bleeding હોય તો woundને clean dressingથી cover કરો.

શું ન કરવું?

❌ હાડકું સીધું કરવાનો પ્રયાસ નહીં
❌ બહાર નીકળેલું હાડકું અંદર ધકેલવું નહીં
❌ અનાવશ્યક રીતે વ્યક્તિને ખસેડવી નહીં
❌ ઈજાગ્રસ્ત પગ પર વજન ન મૂકવું.