
Posted By : Admin | Emergency & First Aid
Stroke આવે ત્યારે પ્રથમ 10 મિનિટ કેમ મહત્વપૂર્ણ?
સ્ટ્રોક એટલે મગજના કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ બંધ થવો અથવા મગજની રક્તવાહિની ફાટી જવી. મગજની કોશિકાઓને સતત ઓક્સિજનની જરૂર હોય છે, તેથી સારવારમાં થતો દરેક વિલંબ નુકસાન વધારી શકે છે. CDC પણ કહે છે કે strokeમાં every minute counts.
સ્ટ્રોકના મુખ્ય લક્ષણો – B.E. FAST
B – Balance: અચાનક ચાલવામાં તકલીફ અથવા સંતુલન ગુમાવવું
E – Eyes: અચાનક દ્રષ્ટિ ધૂંધળી થવી અથવા એક/બંને આંખે જોવામાં તકલીફ
F – Face: એક બાજુનો ચહેરો ઢળી જવો
A – Arms: એક હાથ અથવા પગમાં અચાનક નબળાઈ/સુન્નપણું
S – Speech: બોલવામાં તકલીફ, શબ્દો અસ્પષ્ટ થવા અથવા સમજવામાં મુશ્કેલી
T – Time: સમય બગાડ્યા વગર Emergency Medical Help મેળવવી.
પ્રથમ 10 મિનિટમાં શું કરવું?
- વ્યક્તિને સુરક્ષિત જગ્યાએ બેસાડો અથવા સુવડાવો.
- લક્ષણો કયા સમયે શરૂ થયા તે ચોક્કસ સમય નોંધો.
- તરત Emergency Medical Serviceને ફોન કરો.
- વ્યક્તિને પોતાની રીતે કાર ચલાવી હોસ્પિટલ જવા ન દો.
- વ્યક્તિને ખાવા-પીવાનું ન આપો.
- જો વ્યક્તિ બેભાન છે પરંતુ શ્વાસ લઈ રહી છે, તો airway સુરક્ષિત રાખવા recovery position મદદરૂપ થઈ શકે છે.
- શ્વાસ ન હોય અથવા માત્ર gasping હોય તો CPR શરૂ કરવાની જરૂર પડી શકે છે.
શું ન કરવું?
- “થોડી વાર રાહ જોઈએ” એવું ન વિચારો.
- ઘરેથી BP અથવા અન્ય દવા પોતાની રીતે ન આપવી.
- ખાવા-પીવાનું ન આપવું.
- લક્ષણો થોડા સમયમાં દૂર થઈ જાય તો પણ અવગણવું નહીં—TIA પણ ગંભીર ચેતવણી હોઈ શકે છે.